વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી જ છે એપ્રુવલ રેટિંગ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત બહાર આવી હતી. વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાની બાબતે વિશ્વના અનેક નેતાઓને પાછળ પાડી દીધા છે. મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અમને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ આ બાબતે પાછળ છોડી દીધા હતા.
મર્નિંગ કન્સલ્ટ નામની રેટિંગ એજન્સીના સર્વેમાં મોદીને ૭૦નું એપ્રુવલ રેટિંગ આપવામાં આવ્યું હતું જે વિશ્વના અન્ય તમામ નેતાઓને મળેલા રેટિંગ કરતાં વધુ છે. આ સર્વેમાં બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ લોપેઝ (૬૬ ટકા) અને ત્રીજા નંબરે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી (૫૮ ટકા) રહ્યા હતા. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ૫૪ ટકાના રેટિંગ સાથે ચોથા નંબરે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન ૪૪ ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમે રહ્યા હતા.