એક સમયે મૂળ ફ્રાંસના તાબામાં રહેલા આ દ્વિપ અને તેની આસપાસના નાના ટાપુઓ પછીથી સંધિ પ્રમાણે બ્રિટનને સોંપાયા. દક્ષિણના રિ-યુનિયન ટાપુઓ ફ્રાંસે રાખ્યા. ૧૯મી સદીથી મોરેશ્યસમાં શેરડીનાં વાવેતર માટે ભારતમાંથી મુખ્યત્વે બિહારમાંથી સેંકડો ભારતીયો ઇન્ડેચર્ડ લેબરર્સ (ગીરમીટીયા કામદારો) તરીકે વસ્યા. પરંતુ પછીથી મોરેશ્યસના અર્થતંત્રમાં અને રાજકારણમાં આપેલા ફાળાથી ત્યાં સર્વોચ્ચ સ્થાને જઈ પહોંચ્યા. વર્તમાન વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામના પૂર્વજો બિહારમાંથી આવી વસ્યા હતા. તેઓના પિતાશ્રી શિવસાગર રામગુલામે બ્રિટિશ અધિકારીઓ સાથે મંત્રણા દ્વારા ટાપુ રાષ્ટ્રને આઝાદ કર્યો. તેઓને નાઈટહૂડ પણ અપાયું. (સર શિવસાગર રામગુલામ)