વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકાર હસ્તકનાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.)ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન એચ.એ.એલ. દ્વારા સંપૂર્ણ સ્વનિર્મિત યુદ્ધ વિમાન તેજસમાં પાયલોટની સીટ ઉપર બેસી તેનું ઉડ્ડયન પણ કર્યું હતું. વડાપ્રધાને આજે તે કંપનીની સમીક્ષા પણ કરી હતી. તેઓએ એચ.એ.એલ.ની મુલાકાત દરમિયાન તેજસ યુદ્ધ વિમાન વિષે પૂરી માહિતી પ્રાપ્ત કરી હતી. તે પછી પાયલોટ તરીકે ેતનું ઉડ્ડયન કર્યું હતું.