દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગૃહમંત્રી અમિત શાહ સોમવારે દિલ્હીનાા રિઠાલામાં સભાને સંબોધિત કરતા કહ્યું હતુ કે દિલ્હીને સુરક્ષિત કરવા માટે બીજેપીને વોટ આપજો. તેમણે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરતા કહ્યું હતું કે કેજરીવાલે જવાબ આપવો પડશે કે તે શાહીન બાગ સાથે ઉભા છે કે નહીં? કમળનું બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે અને કરંટ શાહીન બાગમાં લાગે.