ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનના અલોકપ્રિય સામાજિક સુધારાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. મંગળવારે વિદ્યાર્થીઓ, કામદારો પેન્શનરોએ પેરિસ, નાઈસ, ટુર્સ જેવા શહેરોમાં રેલીઓ કાઢી હતી અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩ લાખ કરતા વધારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. લોકોએ સરકારી નિર્ણયના વિરોધમાં ૧૦૦થી વધુ રેલીઓ યોજી હતી. સરકારે પ્રદર્શનકરીઓ સામે કડક હાથે કામ લેવા પોલીસને આદેશ આપ્યો હતો.