પ્રમુખ સ્વામી મહારાજની તિથી મુજબની ૧૦૧મી જન્મજંયતિની ઉજવણી અમદાવાદ ખાતે મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભાડજ ખાતે પ્રમુખસ્વામીનગર ખાતે સેવા આપતા હરિભક્તોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાથેસાથે દેશ વિદેશના હરિભક્તોને તેમના ઘેર ઘેર જન્મોત્સવની ઉજવણી કરી હતી.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના અવસરે પ્રમુખ સ્વામીના આંખોમાં છલકતી કરૂણા, શીશુ સહજ હાસ્યથી શોભતો ચહેરો સતત યાદ આવે છે.તેમણે સમાજના છેવાડાના વર્ગ સુધી સેવા દ્વારા સંસ્કૃતિ પહોંચાડવાનું કામ કર્યું છે.વ્યસન મુક્તિ શિક્ષણ પ્રસાર,આરોગ્ય સેવા જેવા સમાજ સુધારના કાર્યો દ્વારા વંચિત વર્ગના લોકોને નવી દિશા આપી, આત્મ સન્માન બક્ષ્યું છે.તો ગૃહમંત્રી અમિત શાહે .પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી પર્વે શુભેચ્છા પત્રમાં તેમણે જણાવ્યું, "પૂ. પ્રમુખસ્વામી મહારાજનું (1921-2016) સમગ્ર જીવન માનવતા અને અન્યોની સેવા માટે સમર્પિત રહ્યું. ..પૂ.પ્રમુખસ્વામી મહારાજ પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી, તેમણે કંઈ પણ માંગ્યું ન હતું, તેમ છતાં તેમણે જીવનની અંતિમ ક્ષણો સુધી નમ્રતા અને કાળજી સાથે શાંતિ અને વિશ્વાસની અમૂલ્ય ભેટ આપી." પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું હતું - "સાદું જીવન જીવવાના આગ્રહી એવા પૂ. પ્રમુખસ્વામી પ્રેમ, શાંતિ, સૌહાર્દ, સચ્ચાઈ અને વિશ્વાસના સંદેશ સાથે લાખોના જીવનમાં પ્રેરણાદાયી બની રહ્યા." ઉલ્લેખનીય છે કે હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ સતત એક મહિના સુધી તારીખ ૧૪મી ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી અમદાવાદના ભાડજ ખાતે ૬૦૦ એકર જમીન પર તૈયાર કરાયેલા પ્રમુખસ્વામીનગરમાં યોજાવાનું છે. ત્યારે લાખો લોકોના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજ નવી પ્રેરણા અને ંંસસ્કારનું સિંચન કરશે.