આજે શુક્રવારે વહેલી સવારે રાજ્યસભામાં એક વૈધાનિક ઠરાવ પસાર થયો, જેમાં સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ! રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિપક્ષી સભ્યોએ કેન્દ્રની ટીકા કરી હતી. જે અંગે સરકારે કહ્યું કે તે રાજ્યમાં સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની નીતિ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નથી.