રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ 12મી ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે. આગમનના દિવસે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. આ દરમિયાન તેઓ કોબા ખાતે આવેલા જૈન મંદિરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે તેમના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી.