સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ રાજ્યસભામાં જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને નોમિનેટ કર્યાં છે. 03 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46માં ચીફ જસ્ટીસ બન્યા. ગોગોઈનો કાર્યકાળ લગભગ 13 મહીનાનો રહ્યો હતો. તેમણે ગત વર્ષે 9 નવેમ્બરે રામ મંદિર પર ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. 17 નવેમ્બરે તેઓ નિવૃત્ત થયા હતાં.
રંજન ગોગોઈ અસમના મુખ્યમંત્રી રહી ચુકેલા ચંદ્ર ગોગોઈના પુત્ર છે. તેમણે 1978માં વકિલાત શરૂ કરી. 2001માં ગુવાહાટી હાઈકોર્ટમાં સ્થાયી જજ બન્યા. 2011માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા અને 23 એપ્રીલના રોજ સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત થયાં.