આફ્રિકી દેશ સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફૉરે શનિવારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સવારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની મુલાકાત બાદ ડેનીએ નોંધમાં લખ્યું કે, અહિંસાનો જ સિદ્ધાંત જ આપણે આપણા વિશ્વના બાળકોને શીખવવાનો છે અને ગાંધીજીએ વર્ષો પહેલાં જે વાત સમજાવી હતી તે આજે પણ આપણા માટે સંલગ્ન છે કે, "આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી કરી દેશે."