માલદીવના રાષ્ટ્રપતિ ડો.મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદીને એનડીએની જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અને NDA ને 2024 ની ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં સતત ત્રીજી સફળતા માટે અભિનંદન. હું બંને દેશોની વહેંચાયેલ સમૃદ્ધિ અને સ્થિરતા તરફ અમારા સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે આશા રાખું છું."