જ્યારથી સંસદના વિશેષ સત્રબે બોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. મોદી સરકારે One Nation One Election માટે કમિટીની પણ જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો કરી રહી છે. હાલમાં જ કોંગ્રેસના નેતા જયરામ રમેશે સરકાર પર આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે INDIA નામ હટાવી દીધું છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી G-20 ડિનર માટેના આમંત્રણમાં INDIAના રાષ્ટ્રપતિને બદલે President of Bharat આ રીતે લખવામાં આવ્યું છે. આ મામલે જયરામ રમેશના સરકાર પર પ્રહારો સામે આવ્યા છે.