સ્વતંત્રતા દિવસ પહેલા દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈ ગયો છે. આઝાદીના ગીતો ગુંજી રહ્યા છે ત્યારે લોકોમાં દેશ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવને રવિવારે કહ્યું કે, આ સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તે તમામ દૂરદર્શન ચેનલો પર હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.