ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કાલે આજથી પહેલી માર્ચના કચ્છની મુલાકાતે છે. તેઓ મૂળ ઓરિસ્સાના હોવાથી ભોજનમાં તેમના રોજિંદા ભોજનની સાથે કચ્છી વાનગીઓ ભુજના સર્કિટ હાઉસમાં પીરસવામાં આવશે. રાષ્ટ્રપતિ પોતે પણ એક મહિલા હોવાથી રસોઈના જાણકાર છે, ત્યારે ખાસ કરીને બપોરે થાળીમાં બાજરાનો રોટલો અને મિક્સ જાડા ધાનની રોટલી પીરસવામાં આવશે.