રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ફાઈટર-જેટ-પ્લેનમાં પહેલી જ વખત પ્રવાસ કર્યો હતો. તે સમયે તેઓએ વિમાનમાં દાખલ થતા પહેલા એન્ટી-ગ્રેવીટી સૂટ પહેર્યો હતો. તેઓએ આસામનાં વ્યૂહાત્મક તેવા તેઝપુર યુદ્ધ વિમાન મથકેથી સુખોઈ-૩૦ એમ.કે.આઈ. યુદ્ધ વિમાન દ્વારા ૩૦ મીનીટ સુધી હવાઈ સફર કરી હતી.
વાસ્તવમાં રાષ્ટ્રપતિ તે ભારતીય સશસ્ત્ર દળોના ''સુપ્રીમ-કમાન્ડર'' છે. તેઓ આ ૩૨ વિમાન દ્વારા મહા નદી બ્રહ્મપુત્ર ઉપરથી પસાર થયા હતા અને પૂર્વ હિમાલયના પણ દર્શન કર્યા હતા.