વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગઈ છે. આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાનાર ચોમાસુ સત્ર સંપૂર્ણપણે પેપરલેસ હશે. જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્યોને નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હવે 12મી સપ્ટેમ્બરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને 13મી સપ્ટેમ્બરે તેઓ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે.