રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા.
રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ કરોડોના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શરૂઆત કરશે.