અમેરિકામાં કોરોના વાયરસ અંગે જોખમ વધી રહ્યું છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે ટ્રાયલ તરીકે ભારત પાસે દવાની સપ્લાયની આશા રાખી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી પોતાની માંગ મૂકી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, જો ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવાના ઓર્ડરનો પૂરવઠો પૂરો પાડવાની મંજૂરી આપે છે, તો અમે તેમની સરાહના કરીશુ, પરંતુ જો તે આવું નહીં કરે તો કોઈ વાત નહી, પરંતુ તે પણ અમારી પાસે આવી જ પ્રતિક્રિયાની આશા રાખે. જણાવી દઈએ કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા મેલેરિયા માટે હોય છે. જેનું ભારત સૌથી મોટું ઉત્પાદક છે.