રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી છે. જેથી આ બિલ હવે કાયદામાં ફેરવાઇ ગયું છે અને સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેનો અમલ કરવામાં આવશે તે સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.