ગુજરાત વિધાનસભાની તાજેતરમાં ખાલી થયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટે જુલાઇમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈના અંતમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે, જો કે કોરોનાને કારણે મતદાન બૂથ બમણા કરીને ડિસ્ટન્સિગ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. જેને પગલે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતના આરોગ્ય વિભાગ પાસેથી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડીના ધારાસભ્યો પ્રધુમનસહિં, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. આ પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડાના જીતુ ચૌધરી અને મોરબીના બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ, આઠ બેઠક બે તબક્કામાં ખાલી થઇ છે. પરંતુ આ બેઠકોની ચૂંટણીઓ એક સાથે યોજવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એક અંદાજ મુજબ સપ્ટેમ્બર મહિનામાં આ ચૂંટણી યોજાઇ શકે છે.