2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. રાજધાની દિલ્હીમાં ભાજપે તમામ 7 લોકસભા બેઠકો જીતવા માટે પ્રભારી નક્કી કરી દીધા છે. આ પ્રભારીઓ આગામી ચૂંટણી માટે સંગઠનની ઝીણવટપૂર્વકની બાબતો સાથે રાજકીય જવાબદારી નિભાવશે અને જીતવા માટે રણનીતિ બનાવશે. એવા પણ અહેવાલો મળ્યા છે કે, ખરાબ રિપોર્ટ ધરાવતા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. દિલ્હીમાં ભાજપ મીડિયા વિભાગના પ્રમુખ પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે, ચૂંટણી પહેલા કોઈપણ રાજકીય અને સંગઠનાત્મક પડકારનો યોગ્ય રીતે સામનો કરી શકાય તે માટે લોકસભા પ્રભારી માઈક્રો સ્તરે બૂથને મજબૂત કરવાની કામગીરી કરે છે.