Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના શક્તિશાળી ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી અમેરિકાને ગુસ્સે કરવા માટે ઈરાને તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ અને તેની અન્ય તસવીરો જાહેર કરતા અમેરિકા ધુંધવાયું છે. ગલ્ફમાં બંને દેશો વચ્ચે આને કારણે તંગદિલી વધી છે. ટ્રમ્પે ઈરાન પર ગુરુવારે મોડીરાત્રે આદેશ આપ્યો હતો પણ છેલ્લી ઘડીએ તેનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. આમ ગલ્ફમાં હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના નગારા વાગી શકે છે. વિશ્વની અનેક એરલાઈન્સ દ્વારા તેનાં રૂટ બદલવામાં આવ્યા છે. ઈરાનની આસપાસથી ઊડતી ફ્લાઈટ્સને અન્ય રૂટ પર વાળવામાં આવી છે. શુક્રવારે ઈરાનની ટીવી ચેનલોમાં અમેરિકી ડ્રોનના કાટમાળનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. આ પછી ટ્રમ્પ ભડક્યા હતા અને ઈરાન પર હુમલાનો આદેશ પણ આપી દીધો હતો. અલબત્ત યુદ્ધ શરૂ થાય તે પહેલાં તેમણે આ આદેશ પાછો ખેંચ્યો હતો. અમેરિકાએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, ઈરાન પાસે કૂટનીતિનો જવાબ સૈન્ય કાર્યવાહીથી દેવાનો અધિકાર નથી. ટ્રમ્પે ઓમાન મારફતે ઈરાનને વાતચીતનો સંદેશ મોકલ્યો હતો. જો કે ઈરાને આ ઓફર ફગાવી હોવાનું જાણવા મળે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ