- રમણિક ઝાપડિયા
૧૯૪૭માં ભારત અંગ્રેજોના શાસનથી મુક્ત થયા પછી વડોદરામાં સ્વ.મહારાજા સયાજીરાવ ત્રીજા નું સ્થાનિક વિશ્વ વિદ્યાલયનું સ્વપ્ન સાકાર થયું. પ્રથમ ઉપકુલપતિ સ્થાને સંવેદનશીલ અને ચેતનવંતા શ્રીમતી હંસાબેન મહેતા ની વરણી કરાઈ ..તેમણે આ વિશ્વ વિદ્યાલયમાં દ્રશ્ય ,સંગીત, નૃત્ય ,નાટ્ય અને સ્થાપત્ય કળાઓનાં ઉચ્ચ અભ્યાસનો શિક્ષણ આપતી સંસ્થા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સને સ્થાન આપ્યું ભારતના સંદર્ભે તેમનો આ નિર્ણય અભૂતપૂર્વ તથા પ્રથમ હતો આ સંસ્થાના આયોજન તથા સંચાલન માટે અમેરિકામાં કલાશિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરેલ શ્રી માર્કંડ ભટ્ટ ની પસંદગી કરી... એમ.એસ.યુનિવર્સિટીની આ સંસ્થાનો વડોદરા તથા ગુજરાતને રાષ્ટ્રીય તેમજ વિશ્વ સ્તરે ઝળકાવવામાં આ સંસ્થા નો ફાળો મહત્વનો છે ત્યાર પછી સમયાંતરે અનેક વિશ્વ વિદ્યાલયોમાં આ વિષયોને સ્થાન અપાયું છે... પ્રા. માર્કંડ ભટ્ટ ને એ બરોબર સમજાય ગયું કે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સમજવાની મુશ્કેલી નડતર બની રહેતી હતી ફાઇન આર્ટસ કોલેજના પુસ્તકાલયમાં ખુબ સરસ પુસ્તકો હોવા છતાં ગુજરાતી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા ન હતા.. આ સમસ્યાનો ઉકેલ લાવવા તેમણે કમર કસી અને ઘણી જહેમત પછી પ્રાચીન ભારતીય ભારતીય થી અર્વાચીન પ્રાશ્ર્ચાતય કળાઓની માહિતી આપતું સુંદર પુસ્તક "રૂપપ્રદ કલા" તૈયાર કર્યું હતું ....આ ગ્રંથના આમુખમાં હંસા મહેતા અભિનંદન આપતા નોંધ લખે છે કે "આ પ્રકારનું કલાવિષયક પુસ્તક આપણી ભાષામાં તો નથી, ભારતની અન્ય ભાષામાં હશે કે કેમ એ શંકાસ્પદ છે ...કલાજગત માટે આ કલાવિષયક પુસ્તક રેફરન્સ બુક થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ આ ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે "માનવ સંસ્કૃતિમાં અનિવાર્ય બનેલ કલાતત્વની પરિસ્થાપના કરે છે અને તે માટે યથાયોગ્ય શાસ્ત્રીય ચિંતન અને વિવેચનની કેડીઓ દર્શાવે છે લેખકે વિશ્વભરના વિદ્વાનોએ સદીઓથી જે કંઈ અભિપ્રાયો અને સિદ્ધાંતો સારવી વિશ્વ આગળ મૂક્યા છે તેનું સરવૈયું બાંધવા પ્રયત્ન કર્યો છે... છતાં સામાન્ય કલાપિપાસુ ને પણ યોગ્ય માર્ગદર્શન આપે તેવા પ્રકરણોથી પ્રારંભ કરી પ્રાશ્ચાત્ય વિદ્વાનો ના ગહન ચિંતનો અને ભારતીય રસ મીમાંસાના વિસ્તૃત અવતરણો થી આ ગ્રંથની એક રીતે કલાસર્વસ્વ કહીએ તેવું માહિતીપૂર્ણ બનાવ્યું છે" .....આંતરરાષ્ટ્રીય તસવીરકાર અને પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ એ જણાવ્યું કે "સંજોગો વસાત માર્કંડ ભટ્ટ ભારત છોડી ટોરેન્ટો- કેનેડા જવાનું બન્યું અને આ ગ્રંથના વિતરણની શું યોગ્ય વ્યવસ્થા થઇ શકેલી નહીં જેના કારણે છેલ્લા 62 વર્ષથી થી આ કળાવિષયક પુસ્તક અપ્રાપ્ય રહ્યું ... પરંતુ આ કલાવિષયક ગ્રંથ ની સંપૂર્ણ જવાબદારી કલા પ્રતિષ્ઠાને ઉપાડી ને ઉપલબ્ધ કરાવ્યું તે માટે કલા પ્રતિષ્ઠાન ધન્યવાદને પાત્ર છે ....આ કલાવિષયક પુસ્તકને કલાગ્રંથ સ્વરૂપે ભાગ- ૧ અને ૨ માં પ્રકાશિત કરવાની અનુમતિ આપવા માટે માર્કંડ ભટ્ટ ના ચિ. પુત્ર પાર્થ માર્કંડ ભટ્ટ -શ્રી બકુલભાઈ ભટ્ટનો ખુબ ખુબ આભાર માનું છું.. આ કલા ગ્રંથના પ્રકાશન કાર્ય માં સહયોગી બનેલા પરમ આદરણીય અને આંતરરાષ્ટ્રીય તસવીરકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ નો આભાર માનું તેટલો ઓછો છે આ સંપાદન કાર્ય માં સહયોગી બનેલા મારા સહૃદય મિત્ર અને કલાવિવેચક શ્રી રમેશ બાપાલાલ શાહ.. રૂપપ્રદ કલાની જૂની પ્રત ઉપલબ્ધ કરાવી આપનાર મારા સહૃદય અને આદરણીય... ઇપ્કોવાલા ફાઇન આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી અજીતભાઈ પટેલ નો પણ ખુબ ખુબ આભારી છુ રૂપપ્રદ કલા ભાગ-1( કલાગ્રંથ ભાગ- 27 પેજ-384) રૂપપ્રદ કલા ભાગ- 2 ( કલાગ્રંથ ભાગ -28 પેજ-254) કુલ સાથે મળીને 638 પેજમાં સંપાદન પામ્યું છે આ પ્રકાશન કાર્યમાં સહયોગી બનેલા ચિત્રકાર કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશનના શ્રી દિપેશભાઈ શ્રોફ, અમીબેન શ્રોફનો પણ ખુબ ખુબ આભારી છું વર્તમાન પરિસ્થિતિને કારણે વિતરણ વ્યવસ્થા આપણે કરી શકીએ તેમ નથી પરંતુ વાતાવરણ તંદુરસ્ત થતા સમગ્ર ગુજરાતના કલાજગત ને આપણે સૌ સાથે મળીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને કલા ઋષિ જેવા સિદ્ધહસ્ત કલાસાધક શ્રી માર્કંડ છગનલાલ ભટ્ટના ચરણોમા અર્પણ કરીને વંદન સાથે સમગ્ર ગુજરાતના કલાજગત ને અર્પણ કરતા ધન્યતા અનુભવીએ છીએ..ધન્યવાદ