વાયબ્રન્ટ સમિટ 2024 માટે સરકારે તૈયારી શરૂ કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સમિટ દરમિયાન યોજાનાર ઈવેન્ટસમાં ભાગ લેવા માટે ઈચ્છુક રોકાણકારો માટે યુઝરફ્રેન્ડલી અનુભવ બની રહેશે.