જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશ્મીરના બે દિવસના શ્રીનગર પહોંચ્યા હતા. કાશ્મીરમાં ૩૩૦૦ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને શુભારંભ કરતા પીએમ મોદીએ દેશને આશ્વાસન આપ્યું કે દુશ્મનોને આકરી સજા કરવામાં તેમની સરકાર કોઈ કચાશ બાકી નહીં રાખે. મોદી શુક્રવારે આંતરરાષ્ટ્રીય યોગ દિનના પ્રસંગે અહીં યોગ દિવસ ઊજવશે.