Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આમ આદમી પાર્ટી (AAP)એ સપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં લઈને વિવિધ ક્ષેત્રના 50 પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું છે. આ બધા નવા મંત્રિમંડળ સાથે સ્ટેજ શેર કરશે.

રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિવિધ પ્રદેશોના વિશિષ્ટ લોકોને આમંત્રણો મોકલવામાં આવ્યા છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે, “રામલીલા મેદાનમાં આશરે 40 હજાર ખુરશીઓ લગાવવામાં આવી રહી છે. સ્થળની અંદર અને બહાર 12 એલઇડી સ્ક્રીનો લગાવવામાં આવશે જેથી લોકો શપથ ગ્રહણને સારી રીતે જોઈ શકે.”

સાથે પાર્ટીએ શપથ ગ્રહણ સમારોહ માટે સશસ્ત્ર દળ, ફાયર વિભાગ અને દિલ્હી પોલીસના શહીદ જવાનોના પરિવારને પણ આમંત્રિત કર્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ કાર્યક્રમમાં એક નાનકડા બાળક અવન તોમર જેને ટ્વિટર પર નાનો મફલરમેન તરીકે ઓળખવામાં આવતો હતો,તેને પણ આ કાર્યક્રમમાં આમંત્રિક કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ