ભારતીય બોક્સર પ્રીતિ પવારે પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત શાનદાર પ્રદર્શન કરીને જીત સાથે કરી હતી. પ્રીતિએ મહિલાઓની 54 કિગ્રા વર્ગમાં વિયેતનામની વો થી કિમ એનહ સામે જીત મેળવી છે. આ સાથે તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. શનિવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં પ્રીતિએ પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે શરૂઆતની મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોઈન્ટ પર 5-0થી જીત મેળવી હતી.