રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વખત ગરમીનો પારો નીંચો જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને તેના પગલે આગામી 10 અને 12 મે દરમિયાન થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દવિસો દરમિયાન રાજ્યમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ પડશે. આ દિવસો દરમિયાન પવનની ગતિ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની રહેશે. વીજળીના ચમકારા સાથે 10 તારીખથી રાજ્યના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જયારે 12મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે.