કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ શુક્રવારે જાહેર કર્યું હતું કે સરકારી પ્રી.યુનિવર્સિટી અને સરકારી ડિગ્રી-કોલેજોમાં નિ:શુલ્ક શિક્ષણ અપાશે. આથી સરકારી શાળાઓમાં ભણતા ૮ લાખ જેટલાં વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત ૫૦૦ વિદ્યાર્થીઓ કે જેમણે ગ્રામીણ શાળાઓમાં કન્નડ ભાષામાં જ શિક્ષણ લીધું હોય અને પ્રોફેશન કોર્સ માટે ગવર્નમેન્ટ ક્વોટામાં પસંદ કરાયા હોય તેઓને પણ નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. તેમ પણ મુખ્યમંત્રી બોમ્માઈએ જણાવ્યું હતું.