સંગમનગરી પ્રયાગરાજના ફૂલપુર સ્થિત ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડમાં મંગળવાર મોડી રાત્રે મોટી દુર્ઘટના બની. કંપનીના યૂરિયા ઉત્પાદન યૂનિટમાં અમોનિયા ગેસ લિકેજથી ઝપટમાં આવવાના કારણે બે અધિકારીઓના મોત થયા છે જ્યારે 15થી વધુ કર્મચારીઓની તબિયત બગડી ગઈ છે. તેમને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બીમાર કર્મચારીઓની સંખ્યા વધી શકે છે. આ દુર્ઘટનામાં આસિસ્ટન્ટ મેનેજર વીપી સિંહ તથા ડેપ્યૂટી મેનેજર અભયનંદનનું મોત થયું છે.