અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભા યુનિ. ઑડિટોરિયમ , જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંજે 4 થી 6 સુધી યોજાશે. બુધવારે અસ્થિ કળશ વિસર્જન યાત્રા યોજાશે. જેમાં એરપોર્ટ ખાતે અસ્થિને પુષ્પાંજલિ અર્પણ કરાશે. ત્યાર બાદ ખાડિયા ગોલવાડથી સાબરમતી નદી ,તિલકબાગ પાસે અસ્થિ વિસર્જન કરવામાં આવશે.