‘અપને લડકે VS બાહરી મોદી’- ઉત્તર પ્રદેશના પ્રચારનું સપા-કોંગ્રેસ ગઠબંધનનું આ સૂત્ર છે. કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરના આ સૂત્રને રાહુલ, પ્રિયંકા અને અખિલેશ યાદવે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત રાજ્યમાં 14 રેલીઓને રાહુલ અને અખિલેશ એકસાથે સંબોધશે. કોંગ્રેસના અગ્રણી નેતાનું કહેવું છે કે ઉ. પ્રમાં રાહુલ અને અખિલેશને યુવા ચહેરા તરીકે પ્રમોટ કરાશે.