JDUના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું હતું કે, હું CAA અને NRCનો સત્તાવાર અને સ્પષ્ટ રીતે અસ્વીકાર કરવા માટે કોંગ્રેસના નેતૃત્વનો આભાર વ્યક્ત કરવા માગું છું. હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. આ ઉપરાંત તમામને આશ્વાસન આપું છું કે બિહારમાં CAA અને NRC લાગુ નહીં થાય. ઉલ્લેખનીય છે કે અગાઉ ડિસેમ્બર માસમાં પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને અપીલ કરી હતી કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે CAAનો વિરોધ કરવો જોઇએ.