જન સૂરજ પાર્ટીના સ્થાપક અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore) હવે કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) ના પક્ષમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) વિશે બનેલા વિવાદાસ્પદ વીડિયો બાદ ચર્ચામાં આવેલા કુણાલ કામરા અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે કુણાલ મારો મિત્ર છે. તેઓ દેશને પ્રેમ કરનાર વ્યક્તિ છે, તેમની શબ્દોની પસંદગી ભલે ખોટી હોય પરંતુ તેમના ઈરાદા ખોટા નહોતા.