પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટની અવમાનના કેસમાં ચાલી રહેલી સુનાવણી હાલ ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટની નવી બેચ હવે આ મામલે સુનાવણી કરશે. કેસ પર સુનાવણી કરી રહેલી જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે કેસને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મોકલી દીધો છે. સીજેઆઈ હવે નવી બેંચનું ગઠન કરશે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ જણાવ્યું કે તેઓ રિટાયર થઈ રહ્યા છે અને આગામી સુનાવણી કરનારી બેંચ નક્કી કરશે કે આ કેસને મોટી બેંચને મોકલવો જોઈએ કે નહીં. અગાઉ સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, તેઓ તેમને આપેલા નિવેદન બદલ બિનશરતી માફી માગશે નહીં.
હવે કેસ પર સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટળી ગઈ છે. અગાઉ પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માગવાથી ઈનકાર કરતા જણાવ્યું હતું કે, જો મેં મારું નિવેદન પાછું ખેંચ્યું કે માફી માગી તો મારી નજરમાં મારી અંતરાત્મા અને સુપ્રીમ કોર્ટની અવમાનના હશે જેનું હું સૌથી વધારે સન્માન કરું છું.