એચએસ પ્રણોયે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 68 મિનિટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં છેલ્લી બે વખતના ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવીને ભારત માટે મેડલ પાક્કું કરી દીધું છે. પ્રણોયે આ રોમાંચક મુકાબલામાં વિશ્વના નંબર વન એક્સેલસનને 13-21, 21-15, 21-16થી હરાવ્યો હતો. પોતાના પ્રથમ મેડલની ખાતરી કર્યા પછી, તેણે કહ્યું, 'યસ. છેવટે, મારી પાસે હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ હશે.