પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભૂટાનનો ઉલ્લેખ કરતા દેશમાં ગ્રોસ હેપ્પીનેસ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, ગ્રોસ હેપ્પીનેસ પણ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(GDP) થી ઓછી નથી. તેનો મૂળ આધાર શિક્ષા છે. તેઓ શિક્ષક દિવસના અવસરે ગુરુવારે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનાં પુસ્તક શિક્ષાના વિમોચન કાર્યક્રમમાં સામેલ થયા હતાં.
તેમણે કહ્યું, આજે દુનિયા માત્ર GDP વિશે વાત નથી કરી રહી, તેઓ તેનાથી વધારે ઈચ્છે છે. એવી ધારણા છે કે કોઈપણ દેશ માટે GDP મહત્ત્વપૂર્ણ હોય છે. પણ તેની સાથે સાથે ગ્રોસ હેપ્પીનેસને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ.
પુસ્તક વિશે તેમણે કહ્યું, આ પુસ્તક માત્ર શોધ માટે નહી બલ્કે સામાન્ય શિક્ષકો અને તે ક્ષેત્રથી જોડાયેલ લોકો માટે છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને વધારે સવાલ પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે શિક્ષા જ ગ્રોસ હેપ્પીનેસનો મૂળ આધાર છે.