Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રામ મંદિર શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠ્યું. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. તેઓ સવારે 10.30 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મંદિર જવા રવાના થયા હતા. આ દરમિયાન તેણે અયોધ્યા ધામનો વીડિયો ઉતાર્યો હતો. પીએમ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરશે. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા.
ગર્ભગૃહ નજીક રંગમંડપમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ,, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે.
કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે.
રંગમંડપમાં વડાપ્રધાન મોદીની સાથે મોહનભાગવત પણ વિધિમાં બેઠા.
ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી સાથે મોહન ભાગવત, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ વિધિમાં બેઠાં
વિધિ દરમિયાન પ્રભુ રામના બિજમંત્રોનું પઠન થઈ રહ્યું છે
ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા થઈ
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ