સંતશ્રી પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદના શાહીબાગના મંદિરના ઝરુખામાંથી હરિભક્તોને દર્શન આપતા. આ ઝરુખાને કાયમી સ્મૃતિ રખાશે. BAPSના સંચાલક કહે છે, બાપા હરિભક્તોને અહીંથી દર્શન આપતા તેની સ્મૃતિરુપે આ ઝરુખો રખાશે. ઝરુખો મંદિરના પાછળના ભાગે આવેલો છે. બાપાની પાઘ અને જળપાત્ર જેવી વસ્તુઓ પણ સંભારણા તરીકે રખાશે. મંદિર નીચેના અભિષેક મંડપમાં પણ પ્રમુખસ્વામીએ ઉપયોગમાં લીધેલી ચીજો દર્શન માટે મુકાઈ છે.