ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે તે સાહિત્ય પરિષદની ચૂંટણી યોજાઈ. હતી. ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છેડાયો હતો. જેમાં પ્રકાશ શાહ 562 મત મેળવી પ્રમુખ પદ પર વિજેતા જાહેર થયા છે. હરીફ ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 તથા હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદ માટેની આ ચૂંટણી દર 3 વર્ષે યોજાય છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. આમ તો મોટેભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં પ્રકાશ શાહનો વિજય થયો છે. ચૂંટણી અધિકારી પ્રવિણ ત્રિવેદીએ પ્રકાશ શાહના સર્વાધિક 562 મત જાહેર કર્યા હતા.