મક્કમ મનોબળ અને દ્રઢ નિશ્ચય પહાડ જેવા પડકારોને પણ વામણા બનાવી શકે છે તેવુ એમ.એસ.યુનિવર્સિટીના બીબીએ કોર્સની વિદ્યાર્થિની પ્રાચી સુખવાનીએ સાબીત કર્યુ છે. આંખોની ૮૦ ટકા રોશની ગુમાવી દીધી હોવા છતાં કેટની પરીક્ષામાં ૯૮.૫૫ પર્સેન્ટાઈલ મેળવ્યા બાદ પ્રાચી સુખવાનીએ આઈઆઈએમ અમદાવાદમાં પ્રવેશ મેળવીને ઈતિહાસ સર્જયો છે.પ્રાચી બીબીએ કોર્સની પહેલી વિદ્યાર્થિની છે જેને આઈઆઈએમમાં પ્રવેશ મળ્યો હોય.આજે બીબીએ કોર્સના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા તેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.