ઉત્તર પ્રદેશના બુલંદશહરના બહુચર્ચિત આરૂષિ ગેંગરેપ અને હત્યાકાંડ કેસમાં પોક્સો કોર્ટે ત્રણેય ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. ચાલતી કારમાં ગેંગરેપ અને હત્યાની આ ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને પોલીસના હોંશ પણ ઉડી ગયા હતા. ઘટનાના 10 દિવસ બાદ પોલીસે સિકંદરાબાદ નિવાસી આરોપી ઈજરાઈલ, જુલ્ફિકાર અને દિલશાદની ધરપકડ કરીને તેમને જેલભેગા કર્યા હતા.
2 જાન્યુઆરી, 2018ના રોજ આરૂષિ ટ્યુશનથી ઘરે જઈ રહી હતી તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. બે વર્ષ ચાલેલી સુનાવણી બાદ આરૂષિને ન્યાય મળ્યો છે અને તેની માતાએ પોતે હેવાનોને ફાંસી પર લટકતા જોવા માંગે છે તેમ કહ્યું હતું.