અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં શનિવારે જાહેરમાર્ગ પર બીજો મોટો ભૂવો પડ્યો હતો. હાટકેશ્વર વિસ્તારના મોડેલ રોડ પર ભારે વરસાદને કારણે બે ભૂવા પડતાં નાગરિકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ ફેલાયો છે. અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી થઈ રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તંત્રનું પ્રિ-મોન્સુન એક્શન પ્લાન પાણીમાં મળી ગયું હોવાની લોકફરિયાદો ઉઠી રહી છે.