ચાલુ વર્ષે દેશમાં બટાટાનું ઉત્પાદન ૪૭ મિલિયન ટન આસપાસ રહે તેવી સંભાવના છે. જોકે તે ૨૦૧૪ના ઓલટાઈમ હાઈ આંકડાથી થોડું ઓછું રહેશે તેમ નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડે જણાવ્યું હતું. અગાઉ બોર્ડે બટાટાના ઉત્પાદનો અંદાજ ૪૩.૮૮ મિલિયન મુક્યો હતો પરંતુ, આવકોમાં વધારો થતા આ અંદાજ સુધારવામાં આવ્યો હતો.