રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ મહામારી પર કાબુ મેળવવા સરકાર દ્વારા રાત્રી કરફ્યીનો સમય વધારવામાં આવ્યો છે, સાથે વેક્સીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, અને કોરોના સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે આયોગ દ્વારા એપ્રિલ-2021માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
નોવેલ કોરોના વાઇરસ (COVID-39)ના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તા. ૧૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી આયોગ દ્વારા આયોજિત તમામ પ્રાથમિક કસોટીઓ અને મુખ્ય પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. તા. ૧૧ એપ્રિલ ૨૦૨૧ ના રોજ આયોજિત જા.ક્ર. ૨૭/૨૦૧૯-૨૦ , હિસાબી અધિકારી વર્ગ-૨ ની લેખિત પરીક્ષા (પ્રશ્નપત્ર -૫) પણ મોકૂફ રાખવામાં આવી છે.