સપાના પ્રમુખ અને ઉ.પ્ર.ના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવતા પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લાગી ગયાં છે. અહીં (લખનૌમાં) આવેલા સમાજવાદી પાર્ટીના મુખ્ય મથક પાસે તો તે પ્રકારનું વિશાળ પોસ્ટર પણ મુકી દવાયું છે. આ સાથે મધ્ય પ્રદેશમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી માટે કોંગ્રેસ અને સપા વચ્ચે ઉભા થયેલા મતભેદોની તિરાડ વધુ મોટી બની ગઈ છે. તો બીજી તરફ સપાના સર્વેસર્વા ની આ એષણાની ઠેકડી ઉડાડતાં ભાજપે તેન 'મુંગેરીલાલ કે હસીન સપને' કહી દીધું છે.