સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થયાના પોસ્ટર લાગ્યા પછી વિવાદ સર્જાયો છે. હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ગુમ થયાના પોસ્ટર સમગ્ર વિસ્તારમાં લાગેલા જોવા મળી રહ્યાં છે. દિવાલો પર લાગેલા આ પોસ્ટરોમાં વિધાનસભા ચૂંટણી જીત્યા પછી આ ધારાસભ્ય કોઈને નહીં મળતા હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસ પોસ્ટર માટે ભાજપ સામે આક્ષેપ કરે છે તો ભાજપનો દાવો છે કે નાગરિકો કોંગ્રેસથી કંટાળ્યા છે.