જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન શરુ થયું છે. અહીં 25થી 28 નવેમ્બર દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાશે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આજથી 28મી સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના 9થી સાંજના 5 કલાક દરમિયાન પાંચ વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલા સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.