જમ્મુ-કાશ્મીરમાં અંદાજે 70 દિવસ પછી આજથી એટલે કે સોમવારથી મોબાઈલ ફોનની સર્વિસ શરૂ કરવામાં આવી છે. 12 વાગ્યાથી 40 લાખથી વધુ ફોન એક્ટિવ થઈ ગયા છે. રાજ્ય સરકારે બે દિવસ પહેલાં જ પોસ્ટપેડ સેવાઓ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. જોકે હજી અહીં મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી નથી.