બિહારમાં પાંચમા તબક્કામાં પાંચ બેઠકો પર મતદાન થયું હતું. પાંચમા તબક્કાના મતદાન બાદ બિહારની સારણ લોકસભા સીટ પર ભારે હિંસા થઈ છે. ભાજપ અને આરજેડીના સમર્થકો વચ્ચે વિવાદ થયો હતો. તેમજ મંગળવારે પણ બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે.